મણિનગર: મણિનગરમાં હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ૧૩૬૦ મેટ્રિક ટનના ગર્ડરનું સફળ લોન્ચિંગ
આજે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ મુંબઈ - અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ મણિનગર પાસે રેલવે ટ્રેક પર 1 હજાર 360 મેટ્રિક ટન વજનના સ્ટીલ ગર્ડરનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.આ લોન્ચિંગને ભારતીય રેલવેના ઇતિહાસમાં ટેકનિકલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણવામાં આવી રહી છે.હાઈ સ્પીડ રેલવેની કામગીરીમાં મહત્વનું પગલુ લેવામાં આવ્યુ હતુ.