પોરબંદર: પોરબંદરમાં પાણીની ગંભીર કટોકટી: ખંભાળા અને ફોદાળા ડેમ ખાલી થવાના આરે
પોરબંદરના ખંભાળા અને ફોદાળા ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું છે. વરસાદના અભાવે બંને ડેમમાં માત્ર 21 ટકા જેટલો જ જથ્થો બાકી છે, જે નવેમ્બર સુધી ચાલે તેમ છે. શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.