કાલોલ: કાલોલ નગરમાં ખુલ્લી ગટરો બની ‘મરણકાંઠો’: પોસ્ટ ઓફિસ નજીક બાઈક ચાલક ગટરમાં ખાબકતાં ઈજાગ્રસ્ત
કાલોલ નગરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. નગરના માર્ગો પર આવેલી ખુલ્લી અને બિસ્માર ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહી છે, જેમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂગર્ભ ગટરની તૂટેલી જાળી બની અકસ્માતનું કારણ મળતી માહિતી મુજબ, કાલોલ નગરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ નજીકથી પસાર થઈ રહેલા એક મોટરસાયકલ ચાલક અચાનક રોડ પર આવેલી ખુલ્લી અને તૂટેલી ગટરની જાળીના કાર