વિસનગર: તાલુકા પોલીસે ૧૪ માસથી નાસતા-ફરતા પોક્સો એક્ટના આરોપીને પાલડી ચોકડીથી પકડ્યો
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ બાતમીના આધારે છેલ્લા 14 માસથી નાસતા ફરતા પોક્સો એકટના આરોપીને પાલડી ચોકડી ખાતેથી ઝડપી લીધો છે. જ્યાં પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.