ઈન્દિરાનગરમાં વૃદ્ધ પર હુમલો કરનાર ઇસમોનું રિકન્ટ્રક્શન
Bhavnagar City, Bhavnagar | Jul 5, 2025
ભાવનગરના ઈન્દિરાનગર વિસ્તારમાં ૭૦ વર્ષના નિવૃત્ત ચંદુભાઈ સોલંકી સાથે ઉછીના પૈસા મામલે ચાલી રહેલા કેસની અદાવત રાખી તેમના રામદેવભાઈ અને તેના મિત્રો ઘર બહાર બૂમાબૂમ અને પથ્થરમાર કરાયો હતો. ચંદુભાઈને આંખ અને કાન પાસે ઈજા પહોંચી હતી, તેમજ મોટરસાયકલ, એકટીવા અને અર્ટીગા કારમાં તોડફોડ થતાં કુલ દોઢ લાખ જેટલું નુકસાન થયું છે. જે ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ આજે તા.5 જુલાઈના રોજ બપોરે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું