જામનગર શહેર: બુલંદી તાજીયા ગ્રુપની શુભેચ્છા મુલાકાત લેતા સિટી-એ ડિવિઝનના પીઆઇ એન.એ.ચાવડા
“બુલંદી“ ગ્રુપ નો તાજીયા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબજ પ્રખ્યાત છે. ત્યારે, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા, સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ મંગુરભાઇ રાઠોડ, એએસઆઇ ઇદ્રીશભાઇ બોઘરા તેમજ સ્ટાફ દ્વારા બુલંદી તાજીયા ગ્રુપ ના ઇમામખાના ખાતે આવી શુભેચ્છા મુલાકાત લીધી હતી. “બુલંદી“ ગ્રુપ ના સભ્યો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.