રાજકોટ પૂર્વ: કલેક્ટર કચેરી નજીકથી કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન, કહ્યુ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે
આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ કૃષિ મંત્ર રાઘવજી પટેલની પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે.આ વર્ષે સરકાર દ્વારા મગના ટેકાનો ભાવ રૂ. 8,558 જાહેર કરાયો છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ સંદર્ભે પણ તંત્ર એલર્ટ છે. ખેડૂતની સમૃદ્ધિ વધે અને તેને કોઈપણ પ્રકારનું નુકસાન ન જાય તે માટે સરકાર અને પ્રયત્નો કરી રહી છે.