રાજકોટ પૂર્વ: સ્વાતિ સોસાયટી પાસેથી મળેલા પુરુષના મૃતદેહનો આજીડેમ પોલીસે ભેદ ઉકેલ્યો, ACPએ વધુ વિગતો જણાવી
બે દિવસ પહેલા સ્વાતિ પાર્ક પાસેથી અડધી બળેલી લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં અમૃતા વિપુલભાઈ ની હત્યાના આરોપમાં શામળભાઈ અને મેહુલ અને એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ આ અંગે મહત્વનું નિવેદન આપતા એસીપીએ આ હત્યા અંગેની તમામ વિગતો જણાવી હતી.