પોરબંદર: પોરબંદરમાં મહાનગરપાલિકાની કામગીરી: ૧૪૬ સ્ટ્રીટ લાઈટ રિપેર અને સફાઈ ઝુંબેશ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સ્ટ્રીટ લાઈટ રિપેરિંગ, માર્ગ સફાઈ, પાઈપલાઈન રિપેરિંગ અને બગીચાઓની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાગરિકો પોતાની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1800 233 0286 પર નોંધાવી શકે છે.