બોરસદ ખાતે શ્રી લીંબચ માતાજી મંદિર દ્વારા આસો સુદ એકમ અને નવરાત્રીના પાવન અવસરે તા. ૧૧ ઓક્ટોબર, રવિવારના રોજ ધ્વજારોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.....
આ પ્રસંગે યજમાન તરીકે શ્રી વિપુલભાઈ રમેશભાઈ શર્માના નિવાસસ્થાન, લવ કુશ એપાર્ટમેન્ટ, એસબીઆઈ બેંક પાસે, આણંદ રોડ, બોરસદ ખાતેથી સવારે ૯ વાગ્યે શોભાયાત્રા પ્રસ્થાન કરી શ્રી લીંબચ માતાજી મંદિર સુધી પહોંચી હતી.....