13 દિવસ બાદ 75 વર્ષીય મહિલાનું પરિવાર સાથે મિલન
પંચમહાલ જિલ્લાના જેકોટ ગામે બિનવારસી હાલતમાં મળી આવેલી 75 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની મદદથી દાહોદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
મહિલાની તબિયતને ધ્યાનમાં રાખીને સારવાર કરાવવામાં આવી અને સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. લગભગ 10 દિવસની મહેનત બાદ મળેલી એક નાનકડી કડીના આધારે મહિલાની ઓળખ થઈ અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો.
13 દિવસથી ગુમ થયેલી મહિલાની ભાળ મળતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. જરૂરી દસ્તાવેજોની ખરાઈ બાદ મહિલાને પરિવારજનોને સોંપવામાં આવ્યા.
સખી વન સ્ટોપ સેન્ટર દાહોદની ટીમની સરાહનીય કામગીરી. 🙏
#Dahod #DahodNews #Panchmahal #GujaratNews #SakhiOneStopCentre