ગણેશોત્સવના પાવન અવસર પર દાહોદ નગરમાં આસ્થા અને ભક્તિનો એક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કડિયાવાડ નવયુવક મંડળના પંડાલમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે, કારણ કે અહીં ગણપતિ બાપા સાવરિયા શેઠના દિવ્ય અને અલૌકિક સ્વરૂપમાં સજ્જ થઈને ભક્તોને દર્શન આપી રહ્યા છે.
રાજસ્થાનના પ્રખ્યાત શામળિયા (સાવરિયા) શેઠની છબી સમાન આ શણગારમાં બાપાનું રૂપ અત્યંત મનમોહક લાગી રહ્યું છે. પરંપરાગત ગણેશ સ્વરૂપની સાથે સાવરિયા શેઠની ઝાંખી કરાવતી આ કલાત્મક સજાવટને નિહાળવા માટે કડિયાવાડમાં ભક્તો પહોંચી રહ્યા છે.પંડાલમાં કરવામાં આવેલી વિશેષ રોશની અને સુંદર આયોજન આ દિવ્યતામાં વધુ વધારો કરી રહ્યા છે.
બાપાના આ અદભુત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યવાદ અનુભવી રહ્યા છે. સવારથી જ આરતી અને પૂજન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ અલૌકિક દર્શનથી સમગ્ર દાહોદ નગર "ગણપતિ બાપા મોરયા" અને "સાવરિયા શેઠ કી જય" ના નાદથી ગુંજી ઉઠ્યું
Dohad, Dahod | Sep 20, 2026