કાલોલ: કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ
કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.