ભચાઉ: ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોન મેળો યોજાયો
Bhachau, Kutch | Mar 26, 2026 પૂર્વ કચ્છમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનો આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. લોન મેળામાં વિવિધ બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોકોને માહિતગાર કર્યા હતા.