કાલોલ: કાલોલની એકતા બેકરીમાં બહારના રાજ્યના કારીગરની માહિતી ન આપતા સંચાલક સામે ગુનો નોંધાયો.
એસ.ઓ.જી. ગોધરા પોલીસની ટીમ કાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે કાશીમાબાદ સોસાયટીમાં આવેલી 'એકતા બેકરી' પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેકરીમાં ઉત્તર પ્રદેશના એક કામદાર મજૂરી કામ કરતા મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બેકરી સંચાલક મોહમદ કેફ અંસારીએ છેલ્લા છ દિવસથી આ કામદારને રાખેલ હોવાનું અને કામદારનું કોઈ આઈ.ડી. પ્રુફ મેળવવામાં આવ્યું નહોતું. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પરપ્રાંતીય કામદાર અંગ