વિજાપુર તાલુકાના વસઈ પોલીસ મથકના હદ વિસ્તાર માંથી ચાઈનીઝ દોરી રાખી વેપાર કરવાનો પ્રયાસ કરવાના મામલે વસઈ પોલીસે મહાદેવ પુરા રોડ આનંદપુરા ગામના ઠાકોર વાસ વિસ્તારમાં રહેતા સુરેશજી ભીખાજી ઠાકોરના ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવતા ફરીયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીએ પોતાના ઘરે લીલા રંગની ચાઈનીઝ દોરી 4 રીલ રૂ 800 નો મુદ્દામાલ જપ્ત કરી આજરોજ ગુરુવારે સાંજે ચાર કલાકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.