કાલોલ: કાલોલના સગનપુરા અલાલી રોડ પર ગાડી ઝાડ સાથે અથડાતાં ગૌવંશ તસ્કરીનો પર્દાફાશ, બે ગાયોને ક્રૂરતાપૂર્વક લઈ જતો ચાલક મુદ્દામા
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગૌવંશ તસ્કરી અને પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાલોલ તાલુકાના અલાલી ગામ પાસે એક ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી ઝાડ સાથે અકસ્માતગ્રસ્ત થતાં, તેમાંથી ગેરકાયદેસર અને નિર્દયતાપૂર્વક બાંધેલી ૨ ગાયો મળી આવી છે. અકસ્માત બાદ ગાડીનો ચાલક વાહન અને અન્ય સામાન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે કુલ ₹૨,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદ અનુસાર, ૨૮ જૂ