દિયોદર: સણાદર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેન્પ યોજાયો પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહય
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે દિયોદર તાલુકાના સણાદર ખાતે સર્વ સમાજ દ્વારા રક્તદાન કેન્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેન્પ મીની અંબાજી આશ્રમ ખાતે યોજાયો હતો. સવારથી જ લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલી આ શિબિરમાં આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પૂર્વ ધારાસભ્ય પૂ જિલ્લા ડેલીગેટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા