ઓનલાઈન છેતરપિંડીના વધતા ગુનાઓ વચ્ચે અમદાવાદની બાપુનગર પોલીસે એક સુનિયોજિત સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપી પાડ્યું છે. ગઠિયાઓ નિર્દોષ લોકોને 3,000ના કમિશનની લાલચ આપીને તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવી બેંક ખાતાં ખોલાવતા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં શેર ટ્રેડિંગ ફ્રોડ, કોલ સેન્ટર સ્કેમ અને ઓનલાઈન આર્થિક ગુનાઓમાં થતો હતો