માળીયા: માળિયા મીયાણાના સાત ગામોમાં છેલ્લા દોઢ વર્ષથી પાણીની હાડમારી, ઉગ્ર આંદોલનની ચીમકી..
Maliya, Morbi | Apr 26, 2025 માળિયા મિયાણા તાલુકાના 7 ગામોમાં છેલ્લા દોઢ વર્ષથી પાણીની હાડમારી સર્જાઈ રહી છે. આ મામલે અનેક રજૂઆતો કરી હોય પણ પરિણામ ન મળ્યું હોય, આ ગામના સરપંચોએ તંત્રને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પાણીનો પ્રશ્ન હલ નહિ થાય તો સરપંચો રાજીનામાં દઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.