માળીયા: આતંકી હુમલાના વિરોધમાં માળિયા મીયાણામાં સુન્ની મુસ્લિમ મિયાણા સમાજ દ્વારા કાલે મૌન રેલી યોજાઇ...
Maliya, Morbi | Apr 25, 2025 જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાની સખત નિંદા અને શાંતિ-એકતાનો સંદેશ આપવા માળિયા મિયાણાના સુન્ની મુસ્લિમ મિયાણા સમાજ અને શહેરના નાગરિકો દ્વારા આજરોજ શુક્રવારે બપોરે જુમ્મા મસ્જિદથી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ મૌન રેલી યોજી, માળીયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આ હુમલામાં જવાબદાર તમામ આતંકવાદીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી હતી.