ભુજ: CCE પરીક્ષા OMR પદ્ધતિથી લેવા ભુજમાં ઉમેદવારોની માંગ
Bhuj, Kutch | Apr 6, 2026 CCE પરીક્ષા OMR પદ્ધતિથી લેવા ભુજમાં ઉમેદવારોની માંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CCE ભરતી પરીક્ષા ઓનલાઇન (CBRT) ને બદલે ઓફલાઇન (OMR) પદ્ધતિથી લેવા ભુજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ભૂતકાળમાં ઓનલાઇન પરીક્ષાના કડવા અનુભવોને ટાંકી, વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. હાલ પરીક્ષા પદ્ધતિ અંગે અસ્પષ્ટતા પ્રવર્તી રહી છે.