કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દાહોદમાં ભારતમાળા પ્રોજેક્ટની કરી સમીક્ષા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે દાહોદ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતમાળા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા આઠ લેન એક્સપ્રેસ-વેના વિવિધ કામોની સ્થળ પર સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન નીતિન ગડકરીએ પ્રોજેક્ટના તમામ સેક્શનની પ્રગતિ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓ તેમજ કામ કરી રહેલી એજન્સીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે કામગીરીની ગુણવત્તા જાળવી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ભારતમાળા પ્રોજેક્ટના સૌથી પડકારજનક ગણાતા હાથીયાવન પહાડી વિસ્તારની પણ કેન્દ્રીય મંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થળ પર જઈ તેમણે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી ટેકનિકલ પડકારો અને કામગીરીની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
#DahodNews #NitinGadkari #DelhiMumba
Dohad, Dahod | Jul 10, 2026