ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પંચાયતનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ પાલજ ખાતે ઇવીએમ સીલ કરવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન વહેલી સવારથી યોજાયું હતું ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે અલગ અલગ જગ્યાઓ ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે સાંજે 6:00 વાગે ગાંધીનગરના પાલજ ખાતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા ઇવીએમ સીલ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવેલ હતા. આગામી 18 તારીખના રોજ મત ગણતરી યોજાશે.