AMCનું ફાયર વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરમાં આગ જેવી હોનારતો અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં હોટલોનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.