વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત રોલીંગ પેપર, સ્મોકીંગ કોન તથા પરફેક્ટ રોલના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રૂ. 1410ની કિંમતના કુલ બે બોક્સ પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરી એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે વિક્રમ જી નામના ઇસમ સામે ગુનો નોંધી આજરોજ બપોરે 12 કલાકે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.