ગાંધીનગર: વાવોલ ખાતે આવેલ શુભમ રેસિડેન્સી અને સાર્થક સફલ 2 ખાતે નવરાત્રીની અનોખી ઉજવણી, નારી શક્તિ માટે આપ્યો સંદેશ
વાવોલ વિસ્તારમાં આવેલ સુભમ્ રેસીડેન્સીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન તુષારસિંહ પરમાર અને ભરત તિરગર તરફથી ૧૦૮ સ્માર્ટ વોચ, સાયકલો અને બીજી ઘણી બધી ગિફ્ટ્સ આપી સુભમ્ રેસિડેન્સી તેમજ સાથઁક સફલ ૨ સોસાયટીની દીકરીઓ અને બહેનો નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સોસાયટી તરફથી સમાજ ને નારી શક્તિ સમ્માન અંગે એક સંદેશ આપ્યો છે. સમાજ માટે દીકરીઓ એક આગવું સ્થાન ધરાવે છે.