ગાંધીનગર: કુડાસણ માં જૂની અદાવતમાં હુમલો એક ને ગંભીર ઈજા ૮ લોકો સામે ફરિયાદ
ગાંધીનગરના કુડાસણ રીલાયન્સ ચોકડી નજીક ગઈકાલ શનિવારે રાત્રે દોઢ વર્ષ જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. નખત્રાણા (કચ્છ) માં થયેલા જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવીને એક જૂથે લોખંડની પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.