પોરબંદર: પોરબંદરમાં ઈ-ચલાન ઝુંબેશ તેજ: 437 વાહનચાલકો પાસેથી વસૂલાયો ₹2,40,500નો દંડ
પોરબંદર શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસે ઈ-ચલાન ઝુંબેશ તેજ કરી છે. સપ્ટેમ્બર માસમાં નો-પાર્કિંગ, એકી-બેકી પાર્કિંગ અને રસ્તા પર અડચણરૂપ વાહન પાર્ક કરનાર 437 ચાલકો પાસેથી ₹2,40,500નો દંડ વસૂલાયો છે.