ભુજ: ભુજની જે.આઈ.સી. જેલમાં બંધ પાકિસ્તાની ઘૂસણખોરનું સારવાર દરમિયાન મોત
Bhuj, Kutch | Apr 14, 2026 ભુજની જે.આઈ.સી. જેલમાં બંધ પાકિસ્તાની ઘૂસણખોરનું સારવાર દરમિયાન મોત ભુજની જે.આઈ.સી. જેલમાં છેલ્લા બે વર્ષથી બંધ એક અજાણ્યા પાકિસ્તાની ઘૂસણખોરનું લાંબી બીમારી બાદ મૃત્યુ થયું છે. ૩૧ વર્ષીય આ યુવાન માનસિક અસ્વસ્થતા અને ટી.બી.થી પીડાતો હતો. તેની તબિયત લથડતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.