મહેસાણા: વાહકજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 27 અને 9 ફોગીંગ મશીન અપાયા
મહેસાણા જિલ્લા માં ગતરોજ જિલ્લા પંચાયત દ્વારા વાહકજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 27 અને 9 ફોગીંગ મશીન જિલ્લાકક્ષાની જોગવાઈ માંથી વિતરણ કરાયા.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ ના વરદ હસ્તે ફાળવણી કરવામાં આવી હતી, કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ ,આરોગ્ય સમિતિ ચેરમેન મિહિરભાઈ પટેલ, જિલ્લા સદસ્યો ની ઉપસ્થિતિ મા 36 ફોગીંગ મશીન વિતરણ કરવામાં આવ્યા હતા.