ગોધરા: પંચમહાલ જિલ્લા પંચાયતની દ્વિતીય સામાન્ય સભા યોજાઈ, વિવિધ સમિતિઓના સભ્યોના નામોની જાહેરાત કરાઈ
પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી ખાતે બીજી સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ સહિત ચૂંટાયેલા સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સભાના મુખ્ય એજન્ડા હેઠળ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે કારોબારી, શિક્ષણ, બાંધકામ, આરોગ્ય, સામાજિક ન્યાય અને ખેતીવાડી જેવી વિવિધ સમિતિઓના સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગામી સમયમાં આ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરાશે. અધિકારીઓએ નવનિયુક