જેસર: જેસર તાલુકાના રબારીકા ગામના ગ્રામજનોમાં સસ્તા અનાજની દુકાન ન હોવાના મુદ્દે ભારે રોષ
જેસર તાલુકાના રબારીકા ગામના ગ્રામજનોમાં સસ્તા અનાજની દુકાન ન હોવાના મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આપવામાં આવતી આવશ્યક અનાજ વિતરણની સુવિધાથી તેઓ વંચિત રહી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રબારીકા ગામમાં સસ્તા અનાજની દુકાન ન હોવાને કારણે તેમને નજીકના અન્ય ગામોમાં જઈને અનાજ મેળવવું પડે છે. આ માટે સમય