રાજકોટ પૂર્વ: 25 જૂને ધંધા રોજગાર બંધ રાખવા અંગે હોલસેલ ટેક્સટાઇલ મરચન્ટ હિતેષભાઇ ઉનડકટનું નિવેદન
ગત તારીખ 25 મેના રોજરાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ સમગ્ર મામલે એસ.આઇ.ટી દ્વારા તટસ્થ તપાસ થતી ન હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા 25 જૂનના રોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મામલે આજે બપોરે 03:00 વાગ્યાની આસપાસ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ હિતેશભાઈ એ આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વેપારી એસોસિએશન 25 જુને ધંધા રોજગાર બંધ રાખશે અને મૃતક આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરશે.