રાજકોટ પૂર્વ: સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બનેલા બર્ન્સ વોર્ડ સહીતની બિલ્ડીંગોનું નવીનીકરણ કરાશે, કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ
રાજકોટ મનપા દ્વારા હાલ જર્જરિત મકાનોને નોટીસો આપવામાં આવી રહી છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ બર્ન્સ વિભાગ સહિતના બિલ્ડીંગો હાલ જર્જરિત હાલતમાં છે. આ વિશે આજે બપોરે 12 વાગ્યે ડોક્ટર આર એસ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, એકાદ વર્ષમાં 6,500થી 7,000ચોરસ મીટર વિસ્તારમાં રહેલા તમામ જુના બિલ્ડીંગોનું નવીનીકરણ થશે.