રાજકોટ પૂર્વ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ TRP ગેમઝોન આગ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વીડિયોથી સંવાદ કર્યો, તમામ લોકોને મદદની ખાતરી આપી
કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે બપોરે 4:00 વાગ્યે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારો સાથે વિડીયોકોલથી સંવાદ કર્યો હતો.તેઓની વ્યથા સાંભળી હતી. ત્યારબાદ પીડિત પરિવારોને તમામ મદદની ખાતરી આપી હતી.