જેસર: રાજપરા ગામે વિનામૂલ્યે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો
રાજપરા ગામે વિનામૂલ્યે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો જેસર ખાતે આવેલી સ્માઈલ ડેન્ટલ ક્લિનિક એન્ડ લેબોરેટરી દ્વારા ડૉક્ટર ફરઝાના બિલખીયાના જન્મદિવસ નિમિત્તે રાજપરા ગામે વિનામૂલ્યે આરોગ્ય સેવા કાર્ય યોજાયું હતું. આ સેવા કેમ્પમાં ડૉક્ટર ફરઝાના બિલખીયા (ડેન્ટલ સર્જન), દેવાયત ભુવા (મેડિકલ ઓફિસર) તેમજ શેહનાઝ બિલખીયા દ્વારા ગ્રામજનોને નિઃશુલ્ક દંત ચકાસણી, લેબોરેટરી ચેકઅપ તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના અનેક લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો