દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ : માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ઝડપી કામગીરી
દાહોદ, સોમવાર : દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના જુદા જુદા રસ્તાઓ ઉપર સાઈડ શોલ્ડરની કામગીરી કરવામાં આવી હતી આ સાથે અભલોડ પાંચવાડા જાંબુઆ ખાતે વરસાદી પાણીના નિકાળની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું.
આ ઉપરાંત વિભાગના અધિકારીઓ અને તકનીકી સ્ટાફ દ્વારા વરસાદમાં અસરગ્રસ્ત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી
Dohad, Dahod | Aug 1, 2026