કાલોલ: એલસીબી પોલીસે કાલોલ સડક ફળિયા મચ્છી માર્કેટ પાસે જાહેરમાં આક ફરકનો આંકડો લખતા ઈસમને ઝડપી પાડ્યો.
એલસીબી પોલીસ સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી કે સડક ફળિયા મચ્છી માર્કેટ પાસે જાહેરમાં ખુલ્લામાં એક ઈસમ આક ફરકનો આંકડો પૈસા વડે લખી હારજીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો નીચા નમી વાંકા વળીને કઈક લખાવતા હતા અને એક ઈસમ નીચે બેસીને કંઈક લખતો જોવા મળ્યો પોલીસે કોર્ડન કરી લખનાર ઈસમને ઝડપી પાડ્યો જેની પાસેથી આંકડો લખેલી સ્લીપ બુક, કાર્બન પેપર, બોલપેન, અને રોકડા રૂપિયા 630/ મળી આવ્યા