કાલોલ: કાલોલ નગરમાં બકરીઈદ (ઈદુલ-અદહા) ની વિશેષ નવાફીલ નમાઝ સાથે વિશ્વ શાંતિ માટે ખાસ દુવા કરાઈ .
સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.જેને લઈ કાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારનાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. નગરના નુરાની કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને આશીયાના સોસાયટી ખાતે આવેલ અલેફ મસ્જિદ, કાલોલ નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ રબ્બાની મસ્જીદ, પોલીસ સ્ટેશન સામે આવેલ મોહમંદી મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે કાલોલ જ