આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ પાલડીમાં નજીવી બાબતે છરી બતાવી ધમકી આપનાર ટેક્સી ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જેમાં વાહન ચલાવવા બાબતે થયેલી તકરારમાં ટેક્સી ચાલકે છરી કાઢીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે એલીસબ્રીજ પોલીસે ટેક્સી ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.