જય જગન્નાથના નાદથી ગુંજશે વડોદરા..
સંસ્કારી નગરી વડોદરા આજે 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠશે. અષાઢી બીજના પાવન પર્વે ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે. મેયર ગીતાબેન મકવાણાના હસ્તે પહિંડ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી આ યાત્રાને સફળ બનાવવા માટે સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે 2000થી વધુ પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજીની મદદથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવશે, જેથી ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે.
#factfindernews #rathyatra2026 #iscontemple🙏 #vadodra #police