કાલોલ: કાલોલ નગરમાં બોરૂ ઇન્ટેક વેલ ખાતેથી રૂ. ૧૦,૦૦૦ના સરકારી વાયરની ચોરી થતા ફરીયાદ.
પાણી પુરવઠા વિભાગ (ગોધરા) ખાતે મદદનીશ ઇજનેર યાંત્રીક તરીકે ફરજ બજાવતા ટ્વીંકલબેન ફતેસિંહ પઢીયારે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાતોલ બોરૂ ઇન્ટેક વેલ ખાતે નર્મદા કેનાલની પાળ ઉપર લગાડેલ આશરે ૨૫ મીટર જેટલો ઇલેક્ટ્રિક વાયર (કેબલ), જેની કિંમત રૂ. ૧૦,૦૦૦/- થાય છે, તે ગત તારીખ ૨૫/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના ૦૦:૦૦ વાગ્યાથી સવારના ૦૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ કાપીને ચોરી કરી ગયો હતો. જેની ફરીયાદ આપતા કાલોલ પો