કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે યુવક દ્વારા મુંગા પશુઓ માટે લાડુ બનાવી વિતરણ કરવામાં આવ્યું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે લક્ષ્મીપુરા ગામના યુવકોએ પોતાનાં પૈસા ઉઘરાવી છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન માટે લાડુ બનાવી વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ગામનાં 15 થી 20 યુવકો દ્વારા પોતાના પૈસા ઉઘરાવી રખડતા કૂતરાઓ માટે શ્વાન લાડુ બનાવ્યા હતા. યુવકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માં આવ્યું હતું.