મહેસાણા: દિવાળીને લઈ મોઢેરા ચોકડી સહિતની 3 જગ્યા પર 7 દિવસ સુધી ફાયર ટિમો તૈનાત રહેશે
મહેસાણા શહેરમાં દિવાળીના તહેવારોમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટનામાં ઝડપથી પહોંચી બચાવ કામગીરી થઇ શકે તે માટે તોરણવાળી માતા ચોક, રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી ખાતે આજથી ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્રણ ફાયરચોકી ઊભી કરવામાં આવી છે.નગરપાલિકા ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા અને પ્રમુખ ડૉ. મિહિરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તોરણવાળી માતાના ચોકમાં ફરજ પર રહેશે