ગોધરા: ગોધરાની ગદુકપુર નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું કરુણ મૃત્યુ
ગોધરા શહેરમાં ગદુકપુર રોડ પર HDFC બેંકની સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક અભિમન્યુ વિશ્વકર્માએ સ્પીડ બમ્પ આવતાં ફૂલ સ્પીડમાં જઈ રહેલી બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બાઇક રોડ સાઇડના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા મૂળ ઉત્તર પ્રદેશના ૨૫ વર્ષીય યુવક કુંદનકુમાર ગુપ્તાને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ગોધરા