ભુજ: અચલગચ્છ જૈન સંઘ દ્વારા વર્ષીતપ પારણોત્સવની પત્રિકાનું લેખન કરાયું
Bhuj, Kutch | Apr 3, 2026 અચલગચ્છ જૈન સંઘ દ્વારા વર્ષીતપ પારણોત્સવની પત્રિકાનું લેખન કરાયું ભુજ અચલગચ્છ જૈન સંઘના ૫૮ વર્ષીતપના આરાધકો માટે સામૂહિક પારણોત્સવ નિમિત્તે પત્રિકા લેખન કાર્યક્રમ યોજાયો હતો. સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ગીત-સંગીત સાથે આ મંગલ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે ટ્રસ્ટીગણ અને જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તપસ્વીઓની અનુમોદના કરી હતી.