ગોવિંદગુરુ લીમડી: ગોવિંદ ગુરુ લીમડી ખાતે કલેક્ટર સુરભિ ગૌતમની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Govindguru Limdi, Dahod | Oct 21, 2026
દાહોદના ગોવિંદ ગુરુ લીમડી ખાતે કલેક્ટર સુરભિ ગૌતમે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી. મતદાર યાદી, જમીન અને ગટરના પાણીના નિકાલ જેવા પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ.