ગોધરા: ધોધંબા ખાતે વિકાસ સંકલ્પ સભામાં બુલેટ દોડાવીને પહોંચ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કાર્યકરોમાં ભારે ઉત્સાહ
પંચમહાલ જિલ્લાના ધોધંબા ખાતે આજે 'વિકાસ સંકલ્પ' જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એક એવો અંદાજ જોવા મળ્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે ગાડીઓના કાફલામાં ફરતા મંત્રી આજે કૈક અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા. પંચમહાલમાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં હાજરી આપવા માટે હર્ષ સંઘવી પ્રોટોકોલ બાજુ પર મૂકીને સામાન્ય જનતાની વચ્ચે પહોંચ્યા હતા. મંત્રી પોતે બુલેટ ચલાવીને સભા સ્થળ સુધી પહોં