કાલોલ: અંબાલા ચોકડી નજીક મેસરી નદીના બ્રિજના બાંધકામમાં નીચી ગુણવત્તાના મટીરીયલનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ
પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા માર્ગ પર અંબાલા ચોકડી નજીક મેસરી નદી પર બની રહેલા બ્રિજના બાંધકામને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજના નિર્માણમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં બ્રિજની મજબૂતી અને જાહેર સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે.સ્થળ પર પહોંચેલા ગ્રામજનો, સરપંચ, તાલુકા સભ્ય તથા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે બાંધકામમાં વપરાતા મટીરીયલની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો તપા